શું ઈસુ જ મસીહ છે?
આપણે ઘણી વાર ઈસુ વિશે અને એ વિશે સાંભળીએ છીએ કે તેમણે આપણા માટે વધસ્તંભ પર મૃત્યુ પામીને આપણને બચાવ્યા. અને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન મળે છે.
આપણા જીવનને બચાવવું – એ જ અપેક્ષિત મસીહની ભૂમિકા છે... પરંતુ શું ઈસુ સાચા મસીહ છે, કે પછી આપણે બીજા કોઈની રાહ જોવી પડશે?
પસંદ કરાયેલા, એટલે કે આપણને સૌને બચાવનારા વિશેની મોટા ભાગની માહિતી આપણને યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી મળે છે, જે આશરે ઈસવી પૂર્વે 8મી સદીમાં જીવ્યા અને પ્રબોધ કર્યો. આશરે, તે ઈસુના જન્મનાં 700 વર્ષ પહેલાંની વાત હતી.
1યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે.2યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા,વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.3તે યહોવાહના ભયમાં હરખાશે;અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;4પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે.પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે.5ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.( યશા. 11:1-5 )
આપણે અપેક્ષા રાખીએ છીએ કે મસીહ રાજા દાઉદના વંશજ હશે…
1જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે:તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.2તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.3છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ:તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે.4તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ;અને ટાપુઓ તેના નિયમની વાત જોશે.5આ ઈશ્વર યહોવાહ,આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર,પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર;તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.6“મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ,હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,7જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોનેઅને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે.( યશા. 42:1-7 )
અહીં આપણે જોઈએ છીએ કે “સેવક” નમ્ર હશે, જાહેરમાં પોતાનો અવાજ ઊંચો નહિ કરે, અને આંધળાઓની આંખો ઉઘાડશે…
યશાયા પોતાના પુસ્તકમાં તેમના વિશે બીજું શું કહે છે? બીજા લોકો મસીહ સાથે કેવો વ્યવહાર કરશે? તેમની સાથે શું થયું અને આપણા માટે તેનો અર્થ શો છે? તેનો જવાબ આપવા માટે યશાયા ભવિષ્યમાં આગળ વધે છે અને સીધા આપણી સાથે એ મસીહ વિશે વાત કરે છે, જેમનો આપણે પહેલેથી જ નકાર કર્યો છે.
1આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?2તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો;તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી.3તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી.જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ.4પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે;પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો.5પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો.આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.6આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએઅને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે.7તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.8જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો?પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ.9તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો,તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું.10તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો,તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે.11તે પોતાના આત્માનાં કષ્ટનું ફળ જોશે અને તેના ડહાપણથી સંતોષ પામશે.મારો ન્યાયી સેવક ઘણાનો ઇનસાફ કરશે; અને તેઓના અપરાધો પોતાને માથે લઈ લેશે.12તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે,કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ.તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.( યશા. 53:1-12 )
આપણે જોઈએ છીએ કે નકારાયેલા અને તિરસ્કાર પામેલા મસીહ કાપવા માટે લઈ જવાયેલા હલવાનની જેમ આપણાં પાપો માટે મૃત્યુ પામ્યા. તેઓ વંશજ વિના મૃત્યુ પામ્યા, છતાં તેઓ “દીર્ઘાયુષ્ય પામશે” અને “ઘણા વંશજ પામશે”. આનો સંભવિત અર્થ એ છે કે મસીહ પોતાના મૃત્યુ પછી, પૃથ્વી પર કે સ્વર્ગમાં, સજીવન થશે અને તેમને સંતાનો હશે, શારીરિક અથવા આત્મિક.
હવે, તમારા પોતાના માટે એક અભ્યાસ તરીકે, અને ઈસુ જ અપેક્ષિત મસીહ છે કે નહિ તે નક્કી કરવા માટે, ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષીઓ વાંચો: માથ્થી, માર્ક અને યોહાનની, જેમણે પોતાના જીવનનો મોટો ભાગ ઈસુની સાથે રૂબરૂ વિતાવ્યો હતો, અને વૈદ લૂકની, જેમણે નાઝરેથના ઈસુ ખ્રિસ્તના જીવન વિશેની હકીકતો કાળજીપૂર્વક એકઠી કરી હતી…
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.